કાબુલમાં 150 લોકોનું અપહરણ, જેમાં મોટાભાગે ભારતીયો! તાલિબાને…

afghans1
afghans1

મળતી માહિતી પ્રમાણે જે ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું છે તેઓ કાબુલના હમીદ કરઝાઇ એરપોર્ટ પર જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટની નજીક પહોંચ્યો હતો કે તાલિબાન લડવૈયાઓ ત્યાં પહોંચ્યા અને તેઓએ દરેકને પોતાની વાનમાં બેસાડી દીધા.ત્યારે આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યા બાદ તાલિબાને આવી કોઇ ઘટનાને ન બની હોવાનો દાવો કર્યો છે. તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વસીકે કહ્યું કે અપહરણ જેવા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. ત્યારે અહમદુલ્લાહ વસીકે જણાવ્યું કે તાલિબાન લોકોને બીજા ગેટથી સુરક્ષિત રીતે એરપોર્ટની અંદર લાવ્યા છે.

અફઘાન પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઈ રહેલા 150 ભારતીયોનું તાલિબાન લડવૈયાઓએ અપહરણ કર્યું છે.ત્યારે અફઘાન પત્રકારોના જણાવ્યા પ્રમાણે અપહરણ કરાયેલા મોટાભાગના લોકોમાં અફઘાન નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખોનો સમાવેશ થાય છે. ત્યારે તાલિબાને અફઘાન પત્રકારોના સમાચારોને નકારી દીધા છે, પરંતુ ભારત સરકાર તરફથી હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી. વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ સમાચારની ખરાઈ કરવામાં વ્યસ્ત છે.

Read More