2.5 કરોડનો ઘોડા: એક સમયે 50 લિટર દૂધ પી જાય છે, દર મહિને સારસંભાળ રાખવા દોઢ લાખ રૂપિયાનો ખર્ચો

ghoda
ghoda

આ 2.5 કરોડનો ઘોડો છે અને તેનું નામ હીરા છે. ત્યારે તેના ભોજન અને તેના પર દર મહિને થતો ખર્ચ 1.5 લાખ છે ત્યારે આ ઘોડો એક સમયે 50 લિટર દૂધ પીવે છે. અને આ દિવસોમાં શ્રીગંગાનગરમાં ચાલી રહેલા ઘોડાના મેળામાં હીરાની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે.ત્યારે આ ઘોડો પદમપુરના ઈકબાલ સિંહનો છે. ઇકબાલ સિંહ છેલ્લા 9 વર્ષથી તેની દેખરેખ કરી રહ્યા છે.

Loading...

ઘોડાના મલિક ઈકબાલ સિંહ જણાવે છે કે હીરા મારવાડી જાતિનો ઘોડો છે.ત્યારે તેના પગ મજબૂત છે. ત્યારે આહારમાં તેને ચણા, જવ, દૂધ, મગફળીના નીરા આપવામાં આવે છે. ત્યારે ઉનાળામાં સરસવનું તેલ અને શિયાળામાં તલનું તેલ પીવે છે આ કારણે તેનું પાચન સારું રહે છે. ત્યારે આંતરડા મુલાયમ રહે છે અને ઘોડાની ચામડી ચમકીલી રહે છે.

ત્યારે મેળામાં આવેલા તમામ ઘોડાઓમાં હીરાની ઊંચાઈ સૌથી વધુ છે. સાથે સામાન્ય રીતે ઘોડાની ઊંચાઈ 160 સેમી હોય છે જ્યારે તેની ઊંચાઈ 170 સેમીની નજીક છે. હીરાના ખોરાક અને સંભાળ પાછળ દર મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેને અઠવાડિયામાં બે વાર ઘી અને દૂધ આપવામાં આવે છે.

ઈકબાલને ઘોડાઓનો ખુબ જ શોખ છે.તે કોટન ફેક્ટરી ચલાવે છે ત્યારે તે ખેતી પણ કરે છે. નવ વર્ષ પહેલાં તેણે હીરાનો ઉછેર કર્યો હતો. ત્યારે સાડા ​​ત્રણ વર્ષની ઉંમરથી તેમના આહારનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે સાત વર્ષની ઉંમર સુધી તેને રોજનું 50 લિટર દૂધ આપવામાં આવતું હતું. આ પછી, તેને અઠવાડિયામાં બે વાર 50-50 લિટર દૂધ પીવડાવવામાં આવે છે. ત્યારે તેનું કદ જોઈને રાજસ્થાન અને યુપીના અશ્વપ્રેમીઓએ 2.5 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ ઘોડાને અત્યાર સુધીમાં 200 થી વધુ બાળકો થયા છે. આ જાતિની ઘણી માંગ છે. તેના બાળકો પણ ઉંચી ઉંચાઈના છે.

Read More