સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર છાત્રાલયનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે.ત્યારે મુખ્ય નામકરણ દાતા હંસરાજ ગોંડલિયા પરિવાર તેમજ વલ્લભ લાખાણી તેમજ છાત્રાલય પ્રોજેક્ટના મુખ્ય દાતાઓ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં નિર્માણ થઇ રહેલી છાત્રાલય માત્ર છાત્રાલય જ નહીં પરંતુ પટેલ સમુદાય માટે મહત્વનું કેન્દ્ર પણ બનશે. ત્યારે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.
સુરત ઉપરાંત, સીએ, સીએસ અથવા સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી માટે ગ્રામીણ બાળકો માટે પટેલ સંકુલ વરદાનરૂપ બનશે. ત્યારે છાત્રાલયનો પહેલો તબક્કો બે વર્ષમાં પૂર્ણ થશે, ત્યારબાદ 2022 ના અંતમાં 500-બહેન છાત્રાલયનો બીજો તબક્કો, જે 2024 ના અંત સુધીમાં પૂર્ણ થશે.ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. તાલીમ, માર્ગદર્શન અને પ્રમોશનની વ્યવસ્થા કરવામાં આવશે.
છાત્રાલયની સાથે સાથે 500 સીટનું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે. સાથે પાટીદાર ગેલેરી તૈયાર કરાશે. જેમાં છેલ્લા બે હજાર વર્ષના ઇતિહાસ રજૂ કરવામાં આવશે. ત્યારે એક સરકારી સહાય માર્ગદર્શન કેન્દ્ર, વિવિધ સંસ્થાઓની સેવા પ્રવૃત્તિઓના સમન્વય માટે સેવા સેતુ કેન્દ્ર અને યુવા ઉદ્યોગસાહસિકો માટે બિઝનેસ કનેક્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. એક હજાર વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધા હશે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ