હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને દીવમાં વરસાદની સંભાવના છે. રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે છે. વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે અમદાવાદમાં વધુ બે દિવસ વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 96 ટકા વરસાદ થયો છે.
ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તાર જસદણ અને આટકોટ જિલ્લામાં ગરમી અને ગરમ હવામાનને કારણે લોકોએ આજે આખો દિવસ “ત્રાહિમામ” થયા હતા ત્યારે બપોરે આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ લીધેલી મગફળીની પલળી જવાને કારણે નુકસાન થયું છે.
રાજકોટ જિલ્લામાં ગોંડલ, જસદણ અને આટકોટમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે હાલમાં ગોંડલમાં 2 ઇંચ વરસાદ પડી ગયો છે. જેને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે ત્યારે વરસાદ બાદ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. રાજકોટ શહેર અને સરધારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આથી મેઘરાજાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે