કચ્છના મોરા ગામની 70 વર્ષની મહિલાએ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો

bhujkacht
bhujkacht

રાપર તાલુકાના મોરા ગામના 70 વર્ષીય મહિલાએ ડો.નરેશ ભાનુશાળીની મદદથી ભુજની ખાનગી હોસ્પિટલમાં IVF સારવાર શરૂ કરી હતી જેના દ્વારા માતા બનવાનું તેનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. ત્યારે તેમણે પોતે આ ઉંમરે પિતા બનવા માટે ભગવાન અને ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા તેણીએ તેના બાળકનું નામ ‘લાલો’ રાખ્યું.

કચ્છના રાપર તાલુકાના મોરા ગામના 70 વર્ષીય જીવુબેન રબારીએ લગ્નના 45 વર્ષ બાદ ટેસ્ટ ટ્યુબ દ્વારા બાળકને જન્મ આપ્યો છે.ત્યારે જીવુબેન અને તેમના 75 વર્ષના પતિ વાલજીભાઈ રબારી ચાર દાયકાથી વધુ સમયથી બાળક ઇચ્છતા હતા

IVF સારવાર એટલે કે ઇન વિટ્રો ગ-ર્ભાધાનની કૃત્રિમ પદ્ધતિ છે.ત્યારે આ પ્રક્રિયામાંથી જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે.અને આ પદ્ધતિમાં મહિલાના ઇંડા અને પુરુષ શુ-ક્રાણુઓને પ્રયોગશાળામાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. ત્યારબાદ ગ-ર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.

Read More