આમ આદમી પાર્ટીના મફત વીજળી આંદોલનથી ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું: ગોપાલ ઇટાલિયા

gopal
gopal

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાથે તમામ રાજકીય પક્ષો સક્રિય રીતે કામ કરવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીએ શિક્ષણના નામે સરકાર પર પ્રહાર કર્યા બાદ હવે મફત વીજળી આંદોલન દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આમ આદમી પાર્ટીના આ આંદોલનને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મફત વીજળીનું આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના મફત વીજળીના આંદોલનને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર વીજળીના નામે ગુજરાતની જનતાને લૂંટી રહી છે અને બીજેપીના અન્ય રાજ્યોમાં મફત વીજળી આપવાની વાત કરી રહી છે. તેમણે કહ્યું કે જો ભાજપ પાસે ખરેખર મફત વીજળી આપવાની ભેટ હોય તો ગુજરાતમાં મફત વીજળી આપે અને પછી અન્ય રાજ્યોમાં મફત વીજળી આપવાનું વચન આપે.

ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ દિવસોમાં વીજળીના નામે પ્રજા પાસેથી લૂંટ ચલાવવામાં કોંગ્રેસ કે અન્ય કોઈએ આંદોલન કર્યું નથી. આજે જ્યારે આમ આદમી પાર્ટીએ મફત વીજળીનું આંદોલન ઉપાડ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેલાયુ છે.

Read More