અમદાવાદ બાદ હવે આ શહેરોમાં ગમે ત્યારે લાગી શકે છે કરફ્યૂ,

karfyu
karfyu

કોરોના કેસોમાં વધારાને કારણે આજે રાત્રે અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, હવે ત્યારે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કર્ફ્યુની વિચારણા કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં રાજકોટમાં કર્ફ્યુ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે.

Loading...

રાજકોટ કલેકટર રેમ્યા મોહને જાહેરાત કરી છે કે આજે બપોરે 3 વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ બસોને બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં કર્ફ્યુના કારણે રાજકોટથી અમદાવાદ જતી બસોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આજે બપોરે 3 વાગ્યાથી સોમવાર સુધી એસ.ટી.બસો પણ બંધ . આમ, રાજકોટ તંત્ર અને એસટી વિભાગ દ્વારા રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના અંતથી રાજકોટથી 400 થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટમાં હાલ સ્થિતિ કથળી છે. જેથી રાજકોટ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જરૂરિયાત મુજબ કાર્ય કરવાની સૂચનાઓ સાથે સભાઓનો ઉત્સુક પ્રારંભ થયો છે. રાજકોટમાં તમામ હોસ્પિટલો સ્ટેન્ડ-બાય મોડ પર રાખવામાં આવી છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે સાવચેતી રાખવી જરૂરી છે. દિવાળી વેકેશન બાદ રાજકોટમાં કોરોના કેસોમાં વધારો થયો છે.

રાજકોટમાં લગભગ 2000 ખાનગી અને સિવિલ બેડ ખાલી છે. રાજકોટમાં તમામ હોસ્પિટલો સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે. તેથી સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ ,સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો.નાઇટ કર્ફ્યુ લાદવો કે નહીં તે અંગેનો નિર્ણય આજની રાત સુધીમાં લેવામાં આવશે

Read More