નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો થયા બાદ આજે દિલ્હીમાં CNG 2.28 રૂપિયા પ્રતિ કિલો મોંઘુ થયું અને પાઈપ દ્વારા ઘર સુધી આવતી રસોઈ ગેસ એટલે કે (PNG) 2.10 રૂપિયા મોંઘી થઇ છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસની કિંમતોમાં 62 ટકાનો વધારો કરવા અંગે ભારત સરકારે જારી કરેલી સૂચના બાદ IGL એ CNG ના વેચાણ ભાવમાં ફેરફાર કર્યો છે.ત્યારે આ નિર્ણય ઉત્પાદન ગેસના ખર્ચમાં વધારાની અસરને નજીવી રીતે ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.
આ નિર્ણય બાદ દિલ્હીમાં ગ્રાહકો માટે સીએનજી 2.28 રૂપિયા પ્રતિ કિલો અને નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં 2.55 રૂપિયા પ્રતિ કિલો મોંઘુ થઈ ગયું છે. ત્યારે નવી ગ્રાહક કિંમત દિલ્હીમાં 47.48 રૂપિયા પ્રતિ કિલો અને નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 53.45 રૂપિયા પ્રતિ કિલો 2 ઓક્ટોબર, 2021 ના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
IGL દ્વારા પૂરા પાડવામાં આવતા CNG ની કિંમત ગુરુગ્રામમાં 55.81 રૂપિયા, રેવાડીમાં 56.50 રૂપિયા, કરનાલ અને કૈથલમાં 54.70 રૂપિયા, મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં 60.71 રૂપિયા, કાનપુર, ફતેહપુર અને હમીરપુરમાં 63.97 રૂપિયા અને 2 ઓક્ટોબરની સવારે અજમેરમાં સાંજે 6 વાગ્યાથી 62.41 પ્રતિ કિલો.
IGL એ કહ્યું કે CNG અને સ્થાનિક PNG ની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કુદરતી ગેસના ભાવમાં વધારો અને મોંઘા R-LNG પર વધતી નિર્ભરતાની અસરને નજીવી રીતે ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. IGL એ કહ્યું કે આ નિર્ણયો વાહનોના પ્રતિ કિમી રનિંગ ખર્ચ પર નજીવી અસર કરશે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ