અમદાવાદ મેયર બિજલ પટેલ PC અધવચ્ચે છોડી ભાગ્યા, આગકાંડને ગણાવ્યું સામાન્ય

amc
amc

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીરાણા પીપલજ રોડ પર બ્લાસ્ટ અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિવાર અને ઈજાગ્રસ્તોને સંવેદના પાઠવી ,આગકાંડની 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલે સાંજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પીએમ મોદીના ટ્વીટ પછી મેયર બીજલ પટેલ મોડે મોડે જગ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

Loading...

પરંતુ મીડિયાએ આ મામલે તેની પ્રશ્ન કરતા ત્યારે તે પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા હતા .મીડિયાને ટાળવા માટે મેયર પાછલા દરવાજામાંથી પણ પ્રવેશ્યા હતા. એટલું જ નહીં મોડા જાગી ગયેલા મેયરે 10 લોકોના જીવ ગુમાવ્યા હોવા છતાં આ ઘટનાને સામાન્ય ગણાવી હતી.

આગકાંડમાં સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ આગની ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ આગની તપાસની જવાબદારી 2 ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જીપીસીબીના સંજીવ કુમાર આ મામલાની તપાસ કરશે.

Read More