અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી કાળઝાળ ગરમી પડશે , વાતાવરણમાં પલટો આવશે

ambalalpatel
ambalalpatel

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળોમાં ગરમીનો પારો ઉચક્યો છે,ત્યારે લોકો ગરમીથી સેકાઈ રહ્યા છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 થી 16 એપ્રિલ સુધી ગરમી રહેશે. ત્યારે અમદાવાદ સહિત રાજ્ય માં ગરમીનો પારો વધુ રહેશે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમીનું મોજું 40 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમી સાથે વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે તેમણે કહ્યું કે 13 થી 17 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયાની સંભાવના છે.અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયાની સંભાવના છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલના જણાવ્યા મુજબ, 7 તારીખ સુધીમાં દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા અથવા વરસાદ પાડવાની સંભાવના છે.ત્યારે પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે. રાજસ્થાનના ભાગોમાં હવામાન પરિવર્તન પણ શક્ય છે. આ દરમિયાન ગુજરાતમાં ધીરે ધીરે તાપ વધશે અને 10 એપ્રિલથી ગરમીમાં તીવ્ર વધારો જોવા મળશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 16 એપ્રિલ સુધીમાં 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

સૌરાષ્ટ્રમાં બે દિવસીય હીટ વેવની આગાહી છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે રાજકોટમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ પહોંચતાં રાજકોટ મહાનગરપાલિકાએ ઓરેન્જ એલર્ટ જારી કરી છે અને હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. ત્યારે હિટવેવ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Read More