11 વર્ષની બાળકીએ બસમાંથી ઉલટી કરવા માટે માથું બહાર કાઢ્યું અને ટ્રક સાથે ટકરાતા માથું કપાઈ ગયું

મધ્યપ્રદેશના ઈંદોર-ઈચ્છાપુર હાઇવે પર અકસ્માતમાં 11 વર્ષની બાળકી તમન્નાનું ગળું કપાયું હતું. આ ઘટના દેશગાંવ ચોકીના રોશિયા ફાટે પાસે બની હતી. બઆ સમાં બેઠેલી યુવતીએ ઉલટી કરવા માટે બારીમાંથી માથું બહાર કાઢ્યું કે તે દરમિયાન સામેથી આવતી ટ્રકની જપેટના કારણે તેનું માથું કપાયું હતું. જેના કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મધ્યપ્રદેશના દેશગાંવ ચોકીના ઇન્ચાર્જ રમેશ ગવાલેએ જણાવ્યું હતું કે પ્રભાત સર્વિસની બસ મંગળવારે સવારે આઠ વાગ્યે ખાંડવાથી નીકળી હતી અને સવારે 9 વાગ્યે રોશીયા ફાટા પહેલા કાશ્મીરી ડ્રેઇન પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલી ટ્રક ડ્રેઇન ઉપરથી બસને ક્રોસ કરવાનું શરૂ કર્યું અને તે દરમિયાન તે બસથી અડીને પસાર થઇ અને આ દરમિયાન બસમાં ડ્રાઇવરની સીટ પાછળ બેઠેલી તમન્નાનું માથું બારીની બહાર હતું જે બસ અને ટ્રકની વચ્ચે આવી જતા યુવતીનું માથુ ધડથી કપાઈને નીચે રસ્તા પર પડી ગયું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટયો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ટ્રક કબજે કરી છે.

તમન્નાની કાકીએ જણાવ્યું કે બાળકી તેની માતા અને મોટી બહેન સાથે ખાલાના લગ્નમાં જઇ રહી હતી. તેણે કહ્યું કે તમન્ના સાયકલ ચલાવવાની શોખીન છે. તમન્નાનો પરિવાર ખંડવાના બંગાળી કોલોની શેરી નંબર -3 માં રહે છે.ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તમન્નાના પિતા હૈદરે કૃષિ પેદાશોના બજારમાં હમાલી કરે છે અને માતા લોકોના ઘરોમાં સફાઇ કરે છે.

પરિવારના જણાવ્યા પ્રમાણે તમન્ના અને તેની બહેન રૂબીના સાથે સ્કૂલે જતી હતી . તમન્ના પરદેશીપુરાની પાની સ્કૂલમાં ક્લાસ છમાં અભ્યાસ કરતી હતી. તે વિસ્તારની આ બંને બહેનો જ શાળાએ ગઈ હતી, બાકીની છોકરીઓ મદરેસામાં ભણતી હતી. તમન્નાના પિતા વાંચન-લેખન દ્વારા તેમને અધિકારી બનાવવા માંગતા હતા.

Read More