ગુલાબ’ બાદ વધુ એક વાવાઝોડા ‘શાહીન’નો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

varsad 1
varsad 1

આગામી પાંચ દિવસ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું ગુલાબ ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવે થોડા કલાકોમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થશે. તેના પરિણામે ગુજરાતમાં વરસાદી વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી રહેશે.

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનો ખતરો સેવાઈ રહ્યો છે. ત્યારે હાલમાં ડીપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો ડિપ્રેશન બની જશે. ત્યારે શાહીન વાવાઝોડાના પગલે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ સમાન રહેશે.

આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં રાજ્યના તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, આજથી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે બાદમાં પાંચમા દિવસે વરસાદનો વિરામ લઈ શકે છે.

આ ચક્રવાતી તોફાન “ગુલાબ ” ને કારણે હજુ ચોમાસુ બાકી છે. ઝારખંડ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જમશેદપુરમાં 2 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી છે એટલું જ નહીં, આ વાવાઝોડાને કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Read More