ડુંગળીમાં ભાવમાં વધારો થતાં વાવેતર વધવાના એંધાણ

onian
onian

દેશમાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે.ત્યારે દિવાળી પહેલા કિંમતોમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે, કેન્દ્ર સરકારે આ વર્ષે દેશમાં ખરીફ ડુંગળીનું વાવેતર વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે જેનાપરિણામે ખરીફ ડુંગળીનું વાવેતર આ વર્ષે વધવાની સંભાવના છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોએ પણ ખેડૂતો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશ સરકાર ડુંગળીના બિયારણ પર પ્રતિ હેક્ટર રૂ .20,000 ની સબસિડી આપશે જેનાથી રાજ્યમાં ખરીફ વાવેતરમાં 30 ટકાનો વધારો થવાની સંભાવના છે. રાષ્ટ્રીય બાગાયતી વિકાસ મંડળ દ્વારા ચાલુ વર્ષે કુલ 40 ક્વિન્ટલ બીજ આપવાના લક્ષ્યાંકની તુલનામાં દર વર્ષે 80 ક્વિન્ટલ બીજનું વિતરણ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ ઉપરાંત કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશા જેવા રાજ્યોમાં ખરીફ ડુંગળીની વાવણીમાં વધારો કરવાનો લક્ષ્યાંક આપ્યો છે

ત્યારે મુંબઇના ડુંગળીના વેપારીઓ કહે છે કે ઉંચા ભાવ હોવાને કારણે ખેડૂતો પાસેથી બિયારણની સારી માંગ રહે છે, પણ બિયારણની પણ અછત છે. આ વર્ષે સારી ગુણવત્તાવાળા બીજની અછત છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ વાવેતરમાં વધારો થવાની સંભાવના છે.

Read More