બાબા રામદેવને મળી માનહાનીની નોટિસ, માફી માંગે નહીં તો 1000 કરોડ તૈયાર રાખે

babaramdev
babaramdev

આઇએમએએ બાબા રામદેવને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે તેમના નિવેદનમાં આડકતરી રીતે સંગઠન સાથે સંકળાયેલા ડોક્ટરો પ્રત્યે સામાન્ય લોકોની સદભાવને નુકસાન થયું છે. ત્યારે કાનૂની નોટિસમાં સજા અને દંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આઇએમએ યોગગુરુ ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તે આ પત્ર મળ્યાના 15 દિવસની અંદર તેમના નિવેદનની માફી માંગે.

જે રીતે તેમના અગાઉના નિવેદનનો વીડિયો મીડિયા અને સોશ્યલ મીડિયા પર જાહેર થયો હતો, તેવી જ રીતે બાબા રામદેવે પણ માફીના વીડિયોને જાહેર કરવો જોઈએ. તેમજ લેખિતમાં માફી માંગે નહીં તો તેની સામે 1000 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવશે.

બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે ચાલી રહેલા વિવાદ અટકે તેમ લાગતું નથી. ત્યારે આઇએમએની ઉત્તરાખંડ શાખાએ હવે પતંજલિ યોગપીઠના પ્રમુખ બાબા રામદેવને ડોકટરો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ માનહાનિ નોટિસ મોકલી છે.

આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવે 15 દિવસની અંદર તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ, નહીં તો આઈએમએ તેમની સામે 1000 કરોડનો દાવો કરશે. ડોકટરોની સંસ્થાએ માંગ કરી છે કે રામદેવે આ નિવેદનની સામે લેખિતમાં માફી માંગવી પડશે, નહીં તો આ દાવાને કાયદેસર રીતે નકારી શકાય.

Read More