ખરાબ સમાચાર! આવતા મહિને કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, બાળકોને અસર થશે: SBI રિપોર્ટ

corona
corona

એસબીઆઈના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 7 મેના રોજ ભારતમાં કોરોનાની બીજી લહેર ટોચ પર પહોંચી ગઈ હતી. ત્યારે “હાલના આંકડા પ્રમાણે જુલાઈના બીજા સપ્તાહની આસપાસ ભારત આશરે 10,000 કેસો નોંધ્યા હતા.ત્યારે ઓગસ્ટના બીજા પખવાડિયા સુધીમાં કોરોનાના કેસોમાં વધારો થવાનું શરૂ થઈ શકે છે.”

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાયા બાદ એવા અહેવાલો મળી રહ્યા છે કે ટૂંક સમયમાં ત્રીજી લહેર પણ દેશમાં દસ્તક આપી શકે છે.ત્યારે એસબીઆઈના એક રિપોર્ટ જણાવાયું છે અને આ અંગેની માહિતી આપવામાં આવી છે. સ્ટેટ બેંક ઇન્ડિયાએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવતા મહિને આવી શકે છે. અને આ સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં આ લહેર પીક પર પહોંચી શકે છે.

બીજા લહેર જેવી ગંભીર હોય શકે છે

રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક ડેટા બતાવે છે કે બીજી લહેર કરતા ત્રીજા લહેરની ટોચ દરમિયાન વધુ લોકોને સંક્રમિત થશે.ત્યારે બેંક દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે આ લહેરની અસર લગભગ 98 દિવસ સુધી રહી શકે છે.અને આ સિવાય નિષ્ણાતો માને છે કે તે બીજી લહેરની જેમ ગંભીર હોઈ શકે છે.ત્યારે સરકાર દ્વારા ચલાવવામાં આવતી રસીકરણ અભિયાનનો લાભ લોકોને પણ મળશે. આ લહેરમાં મૃત્યુઆંક બીજી લહેર કરતા ઓછા હોઈ શકે છે.

Read more