કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, 60%થી વધુનો પાક નિષ્ફળ! 500માં મળતી પેટીની આ વખતે કેટલી હશે કિંમત

mango
mango

ગીરની ત્રણ વસ્તુઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, તેમાં 1-એશિયાટિક સિંહ 2-કેસર કેરી અને 3- સોરથ ગોળ આ ત્રણ બાબતો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેસર કેરીની વાત કરીએ તો છેલ્લા 6 થી 7 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઘટતું રહ્યું છે.

જ્યારે કેરીના બગીચા વાળા ખેડૂત ચિંતિત બન્યા હતા.આ વર્ષના પ્રથમ કેરીના પાકમાં મોર આવતા ખેડુતો ખુશ થયા હતા. પણ થોડા સમય પહેલા હવામાનના પલટાને કારણે કેરીના 60 ટકા મોર ખરી ગયા હતા. ત્યારે આ વખતે કેસર કેરીનો પાક 40 રહ્યો છે. ગયા વર્ષે નિકાસ કોરોનાને કારણે બંધ થઈ હતી. જો આ વર્ષે તે ખુલે છે, ત્યાં નિકાસયોગ્ય કેરીઓ ખૂબ ઓછી હશે. તેવું નિકાસ વેપારીઓ અનુભવી રહ્યા છે.

તાલાલાના કેરીના જથ્થાબંધ વેપારી કપિલભાઇ બોરીચાનાના જણાવ્યા મુજબ હવામાન પલટાતા કેરીનો પાક ઘટી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરોને લીધે ઠંડી પડી ન હતી કારણ કે ગત શિયાની ઠંડી પડી ઉનાળાની શરૂઆતમાં વહેલી સવારે ધુમ્મસવાળો વાતાવરણ હોવાથી કેરીનો ફૂલો ખરી ગયા હતા અને કેરીમાં નાના ખખડી પણ ફૂગ અને ફૂગ જેવા રોગોને લીધે ખરી ગયા હતા. આ પરિબળોને કારણે, વિશ્વમાં પ્રખ્યાત કેસરી કેરીનો પાક આ વર્ષે 60 થી 70 ટકા નિષ્ફળ ગયો છે અને કેસરનું બજાર ઓછું રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આના પરિણામ રૂપે, પ્રથમ ગુણવત્તાવાળી કેરીઓ જે ગયા વર્ષે 400 થી 500 રૂપિયામાં મળી હતી, તે આ વર્ષે 600 થી 700 રૂપિયામાં વેચવામાં આવશે.

Read More