‘બસપન કા પ્યાર’ ગાનાર સહદેવને 23 લાખની MGની કાર ભેટમાં મળી, જાણો કોને કરી ગિફ્ટ

shdevs
shdevs

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.ત્યારે આ કોઈ બોલીવુડ કે હોલીવુડ ગીત નથી પણ બસપનનો પ્રેમ છે. ત્યારે સુકમાના સહદેવ જે આ ગીતને કારણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી અને રાતોરાત સનસનાટી મચી ગઈ.ત્યારે એમજીના શોરૂમના માલિકએ તેમને 23 લાખ રૂપિયાની એમજી હેક્ટર એસયુવી ગિફ્ટમાં આપી છે. ભેટમાં મળેલી કાર ઇલેક્ટ્રિક કાર છે.

બસપન કે પ્યાર ગીત હવે ઇન્ટરનેટ પર ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેના પર મીમ્સથી ઘણી રીલ્સ બનાવવામાં આવી રહી છે. સહદેવ દ્વારા ગવાયેલા ગીતો પર ઘણી હસ્તીઓએ વીડિયો અને રીલ બનાવ્યા છે. રાપર અને ગાયક બાદશાહ ‘ સહદેવ દીર્ડો સાથે આવી રહ્યા છે, જેનું શૂટિંગ પૂરું થયું છે. આ ગીત 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ ગીતમાં આસ્થા ગિલ પણ છે.

આ પહેલા બોલિવૂડ સિંગર બાદશાહે પણ સહદેવ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી અને તેમને મળવા માટે બોલાવ્યા હતા. ત્યારે બોલિવૂડ સહદેવના ગીતનું ચાહક બન્યું છે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ આ ગીતના ચાહક બન્યા છે. મંગળવારે સીએમ બઘેલ સહદેવને મળ્યા અને આ ગીત સંભળાવવા કહ્યું, આ વીડિયો પણ સીએમ બઘેલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સહદેવના પિતા એક ખેડૂત છે, તેમના ઘરમાં મોબાઈલ, ટીવી, કંઈપણ નથી. તેણે બીજાના મોબાઈલમાંથી ગીત સાંભળ્યા બાદ પોતાની શાળામાં આ ગીત ગાયું હતું. ત્યારે આજે તેમના માટે મોટી ભેટ તરીકે પાછો આવ્યો છે. જીવન બદલવામાં વધારે સમય નથી લાગતો, જીવન જીવવું જરૂરી છે. તાજેતરમાં, તેમના ઈન્ટરવ્યુ દરમિયાન સહદેવે કહ્યું હતું કે તેઓ મોટા થઈને ગાયક બનવા માંગે છે.

Read More