બંગાળ ચૂંટણીની રેલીમાં પ્રધાન મંત્રી મોદીએ કાર્યકર્તાના પગ સ્પર્શ કર્યા, જુઓ વિડિઓ

modis1
modis1

પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલી દરમિયાન સ્ટેજ પર ભાજપના કાર્યકર્તાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પગ સ્પર્શ કર્યો તો તેના બદલામાં તેમણે તેમના પગ પણ સ્પર્શ્યા હતા. ભાજપે આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેને સંસ્કાર ગણાવ્યા છે.પીએમ મોદી બુધવારે બંગાળના કાંતિમાં એક ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા.ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે સ્ટેજ પર પહોંચ્યા પછી, પીએમ મોદી બેઠા હતા કે ત્યાં હાજર એક કાર્યકર તેમના પગને સ્પર્શ કરવા આગળ આવ્યો પછી તેમણે કાર્યકરના પગને પણ સ્પર્શ કર્યો.

ભાજપે આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો અને લખ્યું કે, “ભાજપ એક સંસ્કારી સંગઠન છે જ્યાં કાર્યકરો એકબીજા પ્રત્યે સમાન મૂલ્યો ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન સ્ટેજ પર, જ્યારે ભાજપના કાર્યકર આગળ આવ્યા ત્યારે તેમના પગને સ્પર્શ કર્યા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર્યકર્તાને તેમના પગને સ્પર્શીને શુભેચ્છા પાઠવી. “

બીજી બાજુ પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથી ખાતે સભાને સંબોધન કરતી વખતે વડા પ્રધાને કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખોટા આક્ષેપો કરીને નંદિગ્રામની જનતાનું અપમાન કર્યું છે ત્યારે લોકો તેમને યોગ્ય જવાબ આપશે. 10 માર્ચની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તમે આખા દેશની સામે નંદીગ્રામ અને તેના લોકોની બદનામી કરી રહ્યા છો. આ તે જ નંદિગ્રામ છે જેણે તમને ઘણું આપ્યું હતું. નંદિગ્રામના લોકો તમને માફ નહીં કરે અને તમને યોગ્ય જવાબ આપશે. ” નોંધનીય છે કે, 10 માર્ચની ઘટનામાં મુખ્યમંત્રી ઘાયલ થયા હતા.

Read More