ઘરેથી નીકળતા પહેલા ચેતજો ! આગામી એક કલાક ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે ભારે વરસાદની છે આગાહી

varsadrajkot
varsadrajkot

ગુજરાત પર મેઘ સંકટ જોખમ તોળાઈ રહ્યું છે.ત્યારે મંગળવાર સાંજથી ગુજરાતમાં ચક્રવાત ગુલાબની અસર જોતાં ગુજરાતમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આગામી એક કલાક ગુજરાત માટે ખૂબ તોફાની રહેશે. ગુજરાતમાં સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી 3 કલાક માટે વાદળનો ભય રહેલો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હળવા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાનની આગાહી પ્રમાણે બુધવારે સવારે 10.30 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.ત્યારે પવનની ગતિ પણ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગાહી.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોસ્ટગાર્ડને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઓખા, પોરબંદર સહિત કોસ્ટગાર્ડ સ્ટેશનો એલર્ટ પર છે. તે જ સમયે, કોસ્ટગાર્ડ માછીમારોને દરિયામાં ન જવા માટે સતત સૂચના આપી રહ્યું છે.

Read More