રાત્રી કર્ફ્યુ લઈને મોટા સમાચાર, હવે લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિને છૂટ, જાણો શેમાં છૂટ અપાઈ

cmrupani
cmrupani

રાજ્યના આઠ મહાનગરપાલિકાઓ અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહિતના 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યે એક કલાક ઘટાડવામાં આવ્યો છે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, 50 ટકા ક્ષમતા સાથે ચાલુ કરી શકાય છે. લગ્નમાં 100 જેટલા લોકો ભાગ લઈ શકશે. નવા પ્રતિબંધો અને માર્ગદર્શિકા 27 જૂને લાગુ થશે.

Loading...

આ 18 શહેરોમાં બિઝનેસ , માલિકો અને સ્ટાફ સહિત 30 જૂન સુધીમાં રસી ફરજિયાત રહેશે. રાજ્યના તમામ ક્ષેત્રોમાં વ્યવસાયિક પ્રવૃત્તિવાળા સંચાલકો, માલિકો અને સ્ટાફ સહિત 10 જુલાઇ સુધીમાં રસી ફરજિયાત રહેશે .

અંતિમ સંસ્કાર અને દફનવિધિ આશરે 40 જેટલા લોકોને છુંટ આપવામાં આવી છે. જ્યારે સામાજિક-રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક સ્થળોએ હોલની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 200 લોકો ભાગ લઈ શકે છે. ગ્રંથાલયોની 60 ટકા ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે જીએસઆરટીસી બસોને 75% ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી છે. પાર્ક-બગીચો 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Read More