મોટા સમાચાર! સોનું 11,000 રૂપિયા સસ્તું થયું, ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો , જાણો 10 ગ્રામ સોનાના ભાવ

gold
gold

બુધવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો.ત્યારે MCX પર આજે સવારે ટ્રેડિંગ દરમિયાન સોનું 0.13 ટકાના નજીવા વધારા સાથે વેપાર કરી રહ્યું છે અને સાથે જ ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યું છે. આ પહેલા મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 176 રૂપિયા ઘટીને 45,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. ચાંદી પણ 898 રૂપિયા ઘટીને 61,715 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1,735 ડોલર પ્રતિ થયું હતું જ્યારે ચાંદી 23.56 ડોલર પ્રતિ ઓન્સ પર યથાવત રહી હતી.

જે લોકો સોનું ખરીદે છે તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે ત્યારે સોનું ચાર મહિનાના તળિયે આવી ગયું છે.મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમત 4600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીથી નીચે આવ્યા બાદ 4 મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. MCX પર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં સોનાના વાયદામાં લગભગ 1.3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 1.5 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

સોનાની કિંમત તેના ઓલટાઈમ હાઈથી 11,000 રૂપિયાથી વધુ ઘટી ગઈ છે.ત્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ. 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.અને હાલમાં બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 45,000 રૂપિયાની આસપાસ રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે.

આ વર્ષના અંત સુધીમાં સારું વળતર મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સોનાએ 28 ટકાનું વળતર આપ્યું હતું. ગયા વર્ષે પણ સોનાનું વળતર આશરે 25 ટકા હતું.જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરી રહ્યા છો, તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સલામત અને સારો વિકલ્પ છે, જે મોટું વળતર આપે છે.

Read More