સિંગતેલના ભાવમા મોટો ઉછાળો : ત્રણ દિવસમાં જ તેલના ભાવ આસમાને

singtel
singtel

રાજકોટમાં ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે ત્રણ દિવસમાં સિંગતેલમાં 20 રૂપિયા પ્રતિ ડબ્બે વધારો થયો છે. ત્યારે કપાસિયા તેલ ડબ્બા દીઠ 40 રૂપિયા વધ્યું છે. સાથે પામોલિન તેલમાં બે દિવસમાં 15 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાની કિંમત રૂ. 2365 થી રૂ .2415 માં વેચવામાં આવતો હતો, જે 2405 થી રૂ. 2455 થઇ ગઇ છે.સાથે સિંગતેલના ડબ્બાની કિંમત 20 રૂપિયા વધીને 2,535 રૂપિયાથી વધીને 2,585 રૂપિયા થઇ ગઇ છે. માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ રૂ. 1150 થી રૂ. 1400 જ્યારે કપાસનો ભાવ રૂ. 1000 થી રૂ. 1300.

ગુજરાતમાં તહેવારોની મોસમ શરૂ થાય છે. ત્યારે દિવાળી સુધી ચાલે છે. એક બાજુ કોરોનાની કહર અને બીજી તરફ તહેવારો. ત્યારે આમ લોકો મોંઘવારીએ નાગરિકોને ગૂંગળામણ કરી છે. આ તહેવારો દરમિયાન સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ વધુ 20 રૂપિયા વધ્યું છે. આમ, માત્ર ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે.

રાજકોટમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે છેલ્લા ઘણા દિવસોથી, કપાસીયા તેલ પણ સીંગતેલની નજીક આવી ગયું છે. જેના કારણે લોકોના ખિસ્સા પર ભારે અસર પડી રહી છે. જો કે, સપ્લાય ચેઇન પાસે આ ભાવોને નિયંત્રિત કરવાનો કોઈ રસ્તો નથી અને અધિકારીઓ માત્ર ભાવ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખવાના ગુણગાન ગાઈ રહ્યા છે. આ ભાવ મોનિટરિંગ સિસ્ટમ રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાંથી પ્રતિદિન 32 વસ્તુઓના છૂટક અને જથ્થાબંધ ભાવો રેકોર્ડ કરે છે.

Read More