ભાજપના MLAને દોડાવી-દોડાવીને માર માર્યો:જાણો ક્યાંની છે ઘટના

bjppanjab
bjppanjab

નારંગ કૃષિ કાયદાના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરવા મલૌટ ગયા હતા. જ્યારે તેના આગમન અંગે ખેડૂતોને જાણ થઇ ત્યારે મલૌટમાં ભાજપ કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. ખેડુતોને એકત્રીત થતાં પોલીસે ધારાસભ્યને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખેડુતોએ તેમનો પીછો કર્યો. પોલીસે ધારાસભ્યને એક દુકાનની અંદર લઈ ગયા.

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ હવે ગુંડાગીરીનો આશરો લીધો છે. શનિવારે પંજાબના મુકતસર જિલ્લાના મલૌટમાં ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગનો પીછો કર્યો અને માર માર્યો હતો. ત્યારે ઘટનામાં તેના કપડા પણ ફાટી ગયા હતા અને તે ઘાયલ થયો હતો. અરૂણ નારંગ અબોહરના ભાજપના ધારાસભ્ય છે.

ખેડુતોએ તેઓને જોયા અને દુકાનની બહાર ઘેરી લીધા. આ જોઈને પોલીસે દુકાન અંદરથી બંધ કરી દીધી હતી. ત્યારે ખેડૂતોએ ધારાસભ્યના વાહનને નિશાન બનાવી તોડફોડ કરી હતી.

થોડી વાર પછી પોલીસે નારંગને દુકાનની બહાર કાઢ્યા ત્યારે ખેડુતોએ તેમનો પીછો કર્યો. આ જોઈને ધારાસભ્ય પોતાનો જીવ બચાવવા દોડી ગયા. પોલીસ કર્મચારીઓએ ઉગ્ર ખેડુતોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેઓ ધારાસભ્ય સાથે ઝઘડો થયો હતો. તેના કપડા પણ ફાટી ગયા હતા. પોલીસ કોઈપણ રીતે ધારાસભ્યને બચાવવામાં સફળ રહી.

Read More