રાજકોટમાં ભાઈ-બહેન ચલાવી રહ્યા હતા દેહવ્યાપાર,ભાઈ ગ્રાહકો શોધીને લાવતો હતો

dehvyapar
dehvyapar

રાજકોટની સીમમાં આવેલા આનંદપર ગામમાં ઓરડામાં ચાલતો દેહવ્યાપાર ઝડપાયો છે. ક્રાઈમ બ્રાંચના દરોડામાં દેહવ્યાપાર ચલાવતા એક શખ્સની પિતરાઇ ભાઇ બહેનની ધરપકડ કરવામાં આવી છે અને બે બંગાળી યુવતીને મુક્ત કરવામાં આવ્યા છે.

Loading...

પોલીસને પૂછપરછ દરમિયાન ખબર પડી કે આરોપી રવિ બહારથી ગ્રાહકોને લાવતો હતો અને બંગાળની બંને યુવતીઓ પાસે દેહવ્યાપાર કરી રૂ. 1100 ગ્રાહક પાસેથી લીધા હતા અને રુપલનાને 500 અને બીજા રૂ. 500 બંને ભાઈ-બહેન રાખતા હતા. પીએસઆઈ પી.જી.રોહડિયાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા બે મહિનાથી અહીં ધંધો ખુલ્લો છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.બી.ને ક્રાઇમ બ્રાંચની ટીમે અનૈતિક ટ્રાફિક પ્રિવેન્સ એકટ 1965ની કલમ 3,4,5 મુજબ તેમના પિતરાઇ ભાઇ રવિ રમેશ ભાખોડીયા (29) અને નયનાબેન રાજેશ દુમાડિયા વિરુદ્ધ પશ્ચિમ બંગાળની બે યુવતીઓને દેહવ્યાપાર કરાવવા બદલ ધરપકડ કરી હતી. .

Read More