PM કિસાન સન્માન નિધિ’ના બજેટ કાપ, ખેડુતોનો હપ્તો ઓછો થશે? જાણો અહીં

pmkisan1
pmkisan1

ખેડુતોને લાભ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ અંતર્ગત ખેડુતોને એક વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. પણ ખેડૂતોને આ રકમ તેમને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 11.5 કરોડ ખેડૂતો નોંધાયા છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.

Loading...

2020-21માં ‘નાણાકીય વર્ષમાં પીએમ કિસાન સન્માન નિધિ’ અંતર્ગત 75,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ટાયરે નાણાકીય વર્ષ 2021-22માં આ યોજના માટે 65,000 કરોડ આપવામાં આવ્યા છે. પણ ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ મંત્રાલય દ્વારા માત્ર 65,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે બજેટમાં રકમ કાપવામાં આવી છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ એ 1 ફેબ્રુઆરીએ 2021-22 નું બજેટ રજૂ કર્યું .ત્યારે આ વખતે બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.ત્યારે આ અંતર્ગત ‘પીએમ કિસાન સન્માન નિધિ’ માં પણ બજેટમાં ઘટાડાની જાહેરાત કરી છે. પહેલા ખેડુતોને આશા હતી કે ‘પીએમ કિસાન સન્માન નિધિ’ ની રકમમાં વધારો થશે એવી સ્થિતિમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું ખેડૂતોને અપાયેલા હપ્તા કાપવામાં આવશે?

મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020-21માં સરકારે આપેલું બજેટ કૃષિ મંત્રાલયે હજી સુધી ખર્ચ્યું નથી, તેના કારણે સરકારે આ વખતે ભંડોળમાં ઘટાડો કર્યો છે. ત્યારે ખેડૂતોને અપાયેલા હપ્તામાં કોઈ કાપ નહીં આવે

Read More