રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની બમ્પર આવક,કપાસ 1 મણના ભાવ 1250થી 1670 બોલાયા

kapas
kapas

રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં કાલથી મગફળીની આવવા લાગી છે. ત્યારે આજે દિવાળી પહેલા મગફળી અને કપાસમાં ભારે આવક જોવા મળી હતી ત્યારે સૌરાષ્ટ્રમાં સારા વરસાદને કારણે મગફળીનો પાક સારો થયો છે.ત્યારે દિવાળી પહેલા ખેડૂતો મગફળી વેચીને કમાણી કરી રહ્યા છે. સાથે આજની હરાજીમાં મગફળીના ભાવ 900 થી 1150 બોલાયા હતા.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે, તહેવારના દિવસે મગફળીની હરાજી આજે ભારે આવકના કારણે થઇ હતી. ત્યારે આજની હરાજીમાં મગફળી ક્વિન્ટલ રૂ .900 થી રૂ1,150 બોલાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત રાજકોટ યાર્ડને મગફળીની વિક્રમી આવક મળી છે.

મગફળીની સાથે કપાસની પણ મોટી આવક હતી. ત્યારે આજે રાજકોટ યાર્ડને 4000 મણ કપાસ મળ્યો છે. ત્યારે જેમાં 1 મણ કપાસનો ભાવ 1250 થી 1670 સુધી બોલ્યો હતો.ત્યારે રાજ્ય સરકારે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતો યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે કારણ કે તેઓ દિવાળી પહેલા જ રોકડ કરવાના મૂડમાં છે.

Read More