હાર્દિક પટેલને કાયમી પ્રમુખ બનાવી કોંગ્રેસ ભાજપ સામે ટક્કર લેશે ?

hardikpatel
hardikpatel

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની યુવા નેતૃત્વથી હાઈકમાન્ડ ભારે નારાજ છે કારણ કે ગુજરાત રાજ્યની પેટાચૂંટણીની આઠ બેઠકો પર કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે.કોંગ્રેસ પેટાચૂંટણીમાં આઠ બેઠકો ગુમાવ્યા બાદ પરેશ ધાનાણીએ ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતાપદેથી રાજીનામું આપ્યું છે.

Loading...

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ રાજીનામું આપી શકે છે. આ સંજોગોમાં હવે કોંગ્રેસે નવા પ્રમુખની શોધ શરૂ થઇ ગઈ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ સૌથી મોખરે છે. આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી આવતા જ કોંગ્રેસ ફરી એક વાર પાટીદાર કાર્ડ રમશે અને ભાજપને હરાવવા માટે રણનીતિ ઘડી શકે છે.

આ ફેબ્રુઆરીમાં ફરીથી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પણ શોધખોળ ચાલુ છે. આ સંજોગોમાં કોંગ્રેસ કોંગ્રેસના સ્થાનિક પ્રમુખની ચૂંટણીમાં હાર્દિક પટેલને નવા પ્રમુખ તરીકે કાયમી અધ્યક્ષ બનાવીને ભાજપનો સામનો કરી શકે છે.

સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર મતદારોના કારણે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કારણ પાટીદાર અનામત આંદોલન અને તેના નેતા હાર્દિક પટેલ હતા. હાર્દિક પટેલને કારણે ગામડાઓમાં ભાજપને મત મળી શક્યા નહીં. જેની સામે કોંગ્રેસને વધુ મતો અને બેઠકો મળી હતી.

કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સહયોગથી ત્રણ વર્ષથી વિપક્ષી નેતા રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલના નામ ચર્ચામાં છે. જ્યારે અર્જુન મોઢવાડીયા અને જગદીશ ઠાકોર અને હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખની રેશમા આગળ છે.

Read More

Loading...