પેટ્રોલ કરતા CNG કારનું વેચાણ વધ્યું ,જાણો કઈ કઈ કારની માંગ વધુ છે?

cng
cng

સરકાર આગામી 10 વર્ષમાં 2200 સીએનજી સ્ટેશનને લઇને 10,000 સીએનજી નવા સ્ટેશન ખોલવાની યોજના બનાવી રહી છે. મારુતિ સુઝુકી હાલમાં તેના 14 માંથી 7 વાહનોમાં સીએનજી આપે છે. નાણાકીય વર્ષ 2021 માં સીએનજી વાહનોના વેચાણમાં 36 ટકાનો વધારો થવાની ધારણા છે, ત્યારે આ આંકડો 144,000 એકમો સુધી પહોંચી જશે.ત્યારે હ્યુન્ડાઇ 10 માંથી 3 મોડેલોમાં સીએનજીનો વિકલ્પ આપી રહી છે.

Loading...

છેલ્લાં 7-7 વર્ષોમાં રસ્તાઓ પર સીએનજી વાહનોની સંખ્યા 22 લાખથી વધીને 34 લાખ થઈ ગઈ છે. સીએનજીની માંગમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે કારણ કે કારના મેન્ટેનન્સનો ખર્ચ ઓછો આવે છે, જ્યારે સીએનજી એ પેટ્રોલ કરતા વધુ સસ્તું પણ છે. સીએનજી કારના વેચાણની વાત કરીએ તો મારુતિમાં 13.5 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે હ્યુન્ડાઇમાં 7 ટકાનો વધારો થયો છે.

મોંઘા પેટ્રોલથી સીએનજી વાહનોની માંગમાં વધારો નોંધાયો છે. આ તકનો લાભ લઈને ઓટોમોબાઈલ કંપનીઓ ફેક્ટરી ફીટ સીએનજી વાહનો માટે પણ દબાણ કરી રહી છે. સીએનજી વાહનોના વેચાણમાં થયેલા વધારાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે વાહનોના વેચાણમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સીએનજી કારના વેચાણમાં સાત ટકાનો વૃદ્ધિ જોવા મળી હતી જે નાણાકીય વર્ષ 2020 માં વધીને 117,000 યુનિટ થઈ હતી. .

Read More