ગુજરાતમાં નવા વર્ષે જ ભડકે બળ્યા CNG ના ભાવ, CNG ગેસમાં વધારો ઝીંક્યો

cng gas
cng gas

નવા વર્ષમાં મોંઘવારીનો વધુ એક ફટકો જનતાને પડ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી આજથી વાહન ચાલકોએ એક કિલો સીએનજી ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે. આજકાલ લોકો પહેલેથી જ મોંઘવારીના દબાણમાં છે, રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યા છે.

અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં ₹1 પ્રતિ કિલોનો વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણી સીએનજીનો જૂનો ભાવ 79.34 રૂપિયા હતો જે હવે વધારીને 80.34 રૂપિયા કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર મોંઘવારીનો પવન લોકોને ફટકો પડ્યો છે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રાંધણગેસ, શાકભાજી, દૂધ સહિતના ખાણી-પીણીના ભાવ સતત વધી રહ્યા છે. મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. હવે અદાણીએ ગેસના ભાવમાં વધારો કર્યો છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવા લાગ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે આડશે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવા લાગ્યા છે. જ્યારથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારથી ચૂંટણીના પરિણામોની અસર ભાવ પર પડવા લાગી છે. એટલું સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. અદાણીએ આજથી ગુજરાતમાં CNGમાં નવો ભાવ વધારો લાગુ કર્યો છે.

Read More