ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ,છેલ્લા 24 કલાકમાં 1961 કેસ નોંધાયા,સુરતની ગંભીર સ્થિતિ

coronanews
coronanews

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1961 કેસ આવ્યા છે અને 1405 દર્દીઓ કોરોનને માત આપી છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,80,285 કોરોના મુક્ત થયાં છે. તો 7 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4473 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

રાજ્યમાં કોરોના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે. જેમાં કોઈપણ કર્મચારીની વયમર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા બીજા અઠવાડિયા સુધી વધશે, પાછળથી તેમાં ઘટાડો થવાની ધારણા છે.

દેશમાં ફેબ્રુઆરીથી કોરોના વાયરસના ચેપના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્પષ્ટ છે કે દેશમાં વાયરલ ઇન્ફેક્શનની બીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેના અહેવાલમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે. અહેવાલ પ્રમાણે કોરોનાની બીજી તરંગ 100 દિવસ સુધી ચાલી શકે છે. બેંક 15 મી ફેબ્રુઆરી પછી સંક્રમણ કેસ પર વિચારણા કરી રહી છે. 23 માર્ચ સુધીના વલણોના આધારે, કોરોના વાયરસના ચેપનો બીજો મોજ 25 મિલિયન સુધી પહોંચી શકે છે,

Read More