રાજ્યમાં કોરોનાની મહા સુનામી.. ગુજરાતમાં 20966 નવા કેસ, એક્ટિવ કેસ 90 હજારને પાર, 12નાં મોત

corona
corona

ગુજરાતમાં હવે કોરોનાની ત્રુજી નહીં પણ સુનામી છે. ત્યારે ત્રીજી લહેરમાં પ્રથમ વખત રાજ્યમાં 20 હજાર 966 કેસ નોંધાયા છે. આમ કોમ્યુનિટી ફેલાઈ ગયો છે તેમાં કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના મોત થયા છે અને 9 હજાર 828 દર્દીઓને રજા આપવામાં આવી છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી બમણા થઈને 90 હજારને પાર કરી ગયા છે.

Loading...

રાજ્યમાં બીજી લહેરમાં 30 એપ્રિલના રોજ સૌથી વધુ 14,605 કેસ નોંધાયા હતા. ત્યારબાદ જે 263 દિવસ પહેલા હતા, 233 દિવસ પછી આટલા મૃત્યુ થયા હતા. અગાઉ, 9 જૂનના રોજ 10 મૃત્યુ નોંધાયા હતા. અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેર 2, ભાવનગર શહેર અને વલસાડ જિલ્લામાં 1-1, કુલ 10 મૃત્યુ થયા હતા.

દેશમાં કોરોનાના ત્રીજા લહેર ટોચનું સ્તર ખૂબ નજીક રહ્યું છે.ત્યારે દેશના મુખ્ય મહાનગરોમાં નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. ત્યારે દેશમાં પ્રથમ વખત, 27 ડિસેમ્બરથી મુંબઈમાં નવા કેસ વધવા લાગ્યા. 7મી જાન્યુઆરીથી અહીં દર્દીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ પ્રકારનું વાતાવરણ હવે દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં જોવા મળે છે.

પીક મુંબઈમાં આવતા 12 દિવસ લાગ્યા હતા, જ્યારે કોલકાતામાં પીક પહોંચવામાં 14 દિવસ લાગ્યા હતા. આ શહેરોમાં સકારાત્મકતા દર પણ ઘટવા લાગ્યો છે. જો આ જ ચલણ ચાલુ રહેશે તો 26 જાન્યુઆરી સુધીમાં સમગ્ર દેશમાં ટોચ પર આવી જશે.

Read More