ભારતમાં કોરોનાની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે. ત્યારે દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. આજે કોરોનાએ બધા રેકોર્ડ તોડ્યા. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 1038 લોકોનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 2,00,739 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કેસની કુલ સંખ્યા 1,40,74,564 પર પહોંચી ગઈ છે. તેમાંથી 1,24,29,564 સ્વસ્થ થઈ ગયા છે જ્યારે 14,71,877 હજુ સારવાર હેઠળ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી રહી છે. કોરોનાએ એક જ દિવસમાં 1038 લોકોનો જીવ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,73,123 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 11,44,93,238 લોકોને રસી આપવામાં આવી છે.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે