કપાસના ભાવ 1721 રૂપિયાએ પહોંચ્યા, ખેડૂતો થયા માલામાલ, કપાસના ઉંચા ભાવનો 25 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટ્યો

kapass
kapass

રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે વર્ષો બાદ ખેડુતોને આટલો ઉંચો ભાવ મળ્યો છે.ત્યારે કપાસની આવક ઓછી હોવાને લીધે આટલો ભાવમાં વધારો થયો છે. ખેડુતો પાસે કપાસ હોય તો વેચવાનો આ શ્રેષ્ઠ સમય છે.

Loading...

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસનો પાકનો ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યો છે.ત્યારે આજે કપાસના એક મનનો ભાવ રૂ. 1,721 થયો હતો, જેનાથી ખેડૂતો ખુશ થયા હતા. 25 વર્ષ બાદ કપાસનો ભાવ રૂ .1,500 થઈ ગયો છે, જે ખુબ આનંદની વાત છે.

ખેડૂત આગેવાન અને માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર વલ્લભભાઇ પટેલે ગુલાબી ઈયળના ઉપદ્રવ અને અન્ય કારણોસર કપાસની ખેતી ગયા વર્ષે મગફળી કરતા ઓછી થઇ હતી અને વિદેશમાં કપાસની માંગ વધુ હોવાથી ખેડુતોને ભાવ મળી રહ્યા છે.

ત્યારે રાજકોટમાં માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 300 ક્વિન્ટલ કપાસ આવે છે, ત્યારે ગયા મહિને જ્યારે કપાસનો ભાવ રૂ .1,500 હતો, ત્યારે દૈનિક આવક રૂ .1000 થી 1,500 થઈ હતી. હવે ખેડુતો ધીરે ધીરે કપાસનો ઓછો થઇ રહ્યો છે, તેથી ભાવમાં વધારો થયો છે. હજી પણ આ ભાવમાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021-22માં કિંમતો 9 વખત વધી છે, દરેક વખતે જૂનો ભાવ રેકોર્ડ તોડે છે.

Read More