સિંગતેલ કરતા કપાસિયા તેલના ભાવ ઓલટાઇમ હાઇ, જાણો કપાસિયા તેલનો ભાવ

singtel
singtel

ત્રણ મહિના પહેલા સીંગતેલના 15 કિલોના ભાવ રૂ. 2,700, કપાસિયા રૂ. 2,620, પામોલિન રૂ .2,220 અને સૂર્યમુખી રૂ. 2,780 રહ્યા હતા.ત્યારે બાદ કિંમતોમાં ઘટાડો થયો હતો પણ ફરી એક વખત ભાવ વધી રહ્યા છે અને તેલ હાલમાં મોંઘુ વેચાય છે.ત્યારે તેલની તાત્કાલિક જરૂરિયાતને કારણે લોકો મોંઘુ તેલ ખરીદી રહ્યા છે.

કોરોનાબાદ બજારો ખુલતા પેટ્રોલ અને ડીઝલ સહિત ચીજવસ્તુઓના વધતા ભાવોએ લોકોના બજેટ પર મોટી અસર કરી છે. ત્યારે કોરોનામાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ કથળી બની છે. કપાસિયા તેલ સહિત તમામ તેલના વધતા ભાવોએ લોકો માટે મૂંઝવણ ઉભી કરી છે. તેના કારણે તેલની કિંમતોમાં ઘટાડો કરવાની માંગ ઉઠી છે.

મગફળીના તેલ કરતાં કપાસિયા તેલ વધુ મોંઘુ થયું છે. 5 લિટર કપાસિયા તેલની કિંમત પહેલા 750 રૂપિયા હતી જે હવે 810 રૂપિયા થઇ છે. જ્યારે 15 કિલોનો ભાવ અગાઉ 2300 હતો તે હવે 2525 થી ઉપર ચાલી રહ્યો છે. તેથી 15 કિલો સીંગતેલનો ભાવ અગાઉ 2420 હતો પણ હવે તે 2520 ની આસપાસ પહોંચ્યો છે. સૂર્યમુખી તેલ 15 કિલો દીઠ 2260 હતું જે હવે 2320 ના ભાવે પહોંચી ગયું છે એટલું જ નહીં પરંતુ 15 કિલો પામોલિનની કિંમત 1800 હતી હવે તે 2020 ની કિંમત છે તેલની કિંમતમાં વધારો થયો છે.

વેપારીઓ પાસેથી ભાવવધારાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ઓફ સીઝનને કારણે ભાવમાં વધારો થયો છે ત્યારે આવી સ્થિતિ વર્ષમાં એક વખત આવે છે. વેપારીઓએ એ પણ ઉલ્લેખ કર્યો કે સીંગતેલ મોંઘુ થતું હતું પરંતુ હવે કપાસિયા તેલ વધુ મોંઘુ થઈ ગયું છે. જેની અસર રસોડા અને ઘરનાં બજેટ પર પડે છે.

Read More