યાસ ચક્રવાતએ ચોતરફ વેર્યો વિનાશ,બંગાળમાં ધોધમાર વરસાદ સાથે 120 KMPHની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે

yaas
yaas

ચક્રવાત યાસે ઓડિશાના ભદ્રક જીલ્લામાં પટકાયું છે.ત્યારે અહીં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. અને હવામાન વિભાગ (આઇએમડી) એ પણ આ વાતની પુષ્ટિ કરી છે સવારે 9 વાગ્યે ચક્રવાત શરુ થશે બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઓડિશાના ચાંદીપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણ 24 પરગણામાં વાવાઝોડા અને મુશળધાર વરસાદ પડ્યો છે.

તોફાન નજીક આવતા જ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન કેટલાક મકાનોની છત પણ ઉડતી જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે તેની ગતિ કલાકના 100 કિલોમીટરની આસપાસ છે. અને આ સાથે જ ભારે વરસાદથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. દરિયાના ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું યાસને કારણે થયેલી વિનાશના કેટલાક વીડિયો પ્રકાશમાં આવી રહ્યા છે.

ચક્રવાત યાસ બપોરે ઓડિશાના પારાદિપ અને સાગર આઇલેન્ડ વચ્ચે પસાર થશે. ત્યારે આ વાવાઝોડાએ ભારે વરસાદની આગાહી સાથે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ અને કર્ણાટકને પણ એલર્ટ કરી દીધું છે. મંગળવારથી ઓડિશા અને બંગાળના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાતા પહેલા યાસ ખૂબ જોખમી હોઈ શકે છે. આ સમય દરમિયાન પવન કલાકની 165 કિ.મી.ની ઝડપે આગળ વધી શકે છે અને દરિયાની તરંગો 2 મીટરથી 4.5 મીટર પર ઉછળી શકે છે.

Read More