વધુ એક વાવાજોડાનો ખતરો:ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

varsad
varsad

બંગાળની ખાડીમાં વધી રહેલા દબાણને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ ચક્રવાતી તોફાનની શક્યતા વર્તાઈ રહી છે.ત્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતનું વિકસી રહ્યું છે ત્યારે શનિવાર, 4 ડિસેમ્બરની આસપાસ આંધ્ર પ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડું સર્જશે, જેને જાવાદ નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવાર સુધીમાં જવાદ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકશે.

Loading...

રાજ્યના હવામાન વિભાગે 1 ડિસેમ્બર અને આવતીકાલે બે દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે જેની અસર આજે વહેલી સવારે અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં જોવા મળી હતી. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં સવારે 6 વાગ્યે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે વહેલી સવારે મેદાનમાં LRD ભરતી પ્રેક્ટિસ માટે દોડવા આવેલા ઉમેદવારો પણ ઠંડીમાં કચડાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ 29 મીમી વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નોંધાયો છે.

Read More