દે ધનાધન..ગોંડલમાં વીજળીના કડકાભડાકા સાથે ધોધમાર વરસાદ,રાજકોટમાં મેઘરાજા ઓળઘોળ

gondalvarsad
gondalvarsad

આજથી 3 દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ હતું,આજે બપોરના 12 વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવતા મેઘરાજાએ અનેક વિસ્તારોમાં પધરામણી કરી હતી. જંકશન, 150 ફૂટ રીંગરોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિ‌ત શહેરના વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા.

ગુજરાતમાં ચોમાસા હવે ધીરે ધીરે જામી રહ્યું છેગોંડલ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. .ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી.મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઇન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિ‌ત રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

Read More