દે ધનાધન..બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ambalalpatel
ambalalpatel

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 25.79 ટકાનો વરસાદ નોંધાયો છે.ત્યારે કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ થયો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી છે કે ઓછા દબાણને કારણે સારો વરસાદ થશે અને વરસાદ પણ ઘટશે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં જરૂરી વરસાદ થયો નથી. ઉત્તર ગુજરાતમાં 24 અને 25 જુલાઇએ સારો વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચારથી આઠ ઇંચ વરસાદ પડશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદી વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી રહેશે.ત્યારે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.અને હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે. આવા વિસ્તારોમાં સારો વરસાદની પણ અપેક્ષા છે. રાજ્યમાં 24 થી 26 જુલાઇ દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

Read More