ડાયમંડ કિંગ સવજી ધોળકિયાની મોટી જાહેરાત,મહિલા હોકી ટીમ ફાઇનલમાં જીત મેળવશે તો 11 લાખનું ઘર અથવા કાર આપશે

savjidholkiya
savjidholkiya

ફેસબુક પર એક પોસ્ટ શેર કરતા સવજી ધોળકિયાએ લખ્યું, “મને એ જણાવતા આનંદ થાય છે કે જો ફાઇનલ જીતશે તો હરિ કૃષ્ણ ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાની કિંમતનું ઘર અથવા નવી કાર આપશે.” જેમને આર્થિક સહાયની સખત જરૂર છે. છોકરીઓ દરેક પગલા સાથે ટોક્યો 2020 માં ઇતિહાસ રચી રહી છે.ત્યારે ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત હરાવ્યું છે. ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો અમારો નાનકડો પ્રયાસ છે જે રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવે છે.

ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસમાં પ્રથમ વખત સેમીફાઇનલમાં પહોંચી છે. ત્યારે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું છે. ભારતીય ટીમ 4 ઓગસ્ટના રોજ સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. ત્યારે જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં જીતશે તો સવજી ધોળકિયા 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપવાની જાહેરાત કરી છે

Read More