શું તમારી પાસે પણ આ 500 રૂપિયાની નોટ છે? તો આ સમાચાર તમારા માટે છે.જાણો લો નહિ તો…

500rs note
500rs note

2,000 રૂપિયા આવી નોટો ખૂબ જ ભાગ્યે જ જોવા મળતી હોય છે,ત્યારે આવી સ્થિતિમાં બેન્કો અને એટીએમમાંથી પણ સૌથી વધુ 500 રૂપિયા નોટ નીકળે છે. ત્યારે હવે જો આપણે દેશની હાલની મોટી નોટ વિશે વાત કરીએ, તો તે ફક્ત 500 ની નોટ છે ત્યારે બધાને 500 રૂપિયાની નોટ જોવા મળશે, તેથી આ સમાચાર દરેક માટે મહત્વપૂર્ણ છે. આ દિવસોમાં 500 રૂપિયાની નોટ અંગેના એક સમાચાર સોશિયલ મીડિયા પર એકદમ ફેલાઈ રહ્યા છે. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 500 રૂપિયાની નોટ ન લેવી જોઈએ જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહીની નજીક નહીં પણ ગાંધીજીની તસવીરની નજીક હોય છે.

તપાસ કરવામાં આવી ત્યારે પીઆઈબી ફેક્ટ ચેકમાં આ સમાચાર ખોટા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરબીઆઈના જણાવ્યા પ્રમાણે બંને નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બંને નોટ્સ માન્ય છે. પીઆઈબીફેક્ટચેકે આ દાવાને ફર્જી ગણાવ્યો છે. આ 500 રૂપિયાની નોટ છે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે પીઆઈબી સોશિયલ મીડિયા પર વખતોવખત નકલી સમાચારો વાયરલ થતા રહેવાની માહિતી આપે છે, જેથી લોકોને નુકસાનથી બચાવી શકાય.

આ પહેલા પણ કેટલાક દાવા કરવામાં આવ્યા છે જેને પાછળથી ફર્જી નીકળ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 5, 10 અને 100 ની જૂની નોટો બંધ કરવામાં આવી રહી છે. ત્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાતા જ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ બહાર પાડવામાં આવ્યું, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 5, 10 અને 100 ની જૂની નોટો બંધ થવા અંગેનો આખો સમાચાર બનાવટી છે. નવી અને જૂની બંને નોટો ચલણમાં રહેશે.

Read More