ખેડુતોને ડબલ ફાયદો ! દર મહિને 3000 રૂપિયા મળશે, PM Kisanના હપ્તાની સાથે, જાણો કેવી રીતે?

pmkishan
pmkishan

PM Kisan ખાતા ધારકોને એક મહિનામાં 6000 રૂપિયા અને આ ઉપરાંત દર મહિને 3 હજાર રૂપિયા પણ મળશે. આ માટે તેઓએ સીધા પીએમ કિસાન માનધાન સાથે નોંધણી કરાવવાની રહેશે. ત્યાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. પેન્શન યોજના માટે જરૂરી ફાળો પણ સન્માન નિધિ હેઠળની સરકારી સહાયમાંથી કાપવામાં આવશે.ત્યારે તેનો ફાયદો એ થશે કે ખેડૂતોને દર 4 મહિનામાં 2000 રૂપિયાના હપ્તા સાથે 60 વર્ષની વય પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન પણ મળશે.

આ યોજના ભારત સરકાર દ્વારા કેન્દ્રમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે ખેડુતોને લગતી સૌથી મોટી યોજના છે અને સરકારનો પ્રયાસ છે કે પ્રત્યેક લાભાર્થી ખેડૂતને લાભ મળવો જોઇએ જેથી ખેતીમાં સંકટ ન આવે. આ યોજના અંતર્ગત, સરકાર ગરીબ ખેડૂતોને વર્ષમાં 3 વખત આર્થિક સહાય આપે છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિમાં 3 હપ્તામાં, ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય મળે છે. પીએમ ખેડૂતમાં ખાતું હોવાના ઘણા ફાયદા છે.

નોંધણી કરવા સરકાર તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કરાવે છે. તેથી, પીએમ કિસાન માનધાન યોજનામાં કોઈ દસ્તાવેજની જરૂર નથી. પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ www.pmkisan.gov.in પર તેની વિશેષ સુવિધાઓમાં આ વિશે માહિતી આપવામાં આવી છે.

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક યોજના છે.ત્યારે આ અંતર્ગત 60 વર્ષની વય પછી પેન્શનની જોગવાઈ છે.ત્યારે 18 થી 40 વર્ષની ઉંમર સુધીનો કોઈપણ ખેડૂત આ યોજનામાં ભાગ લઈ શકે છે ત્યારે તેમને 60 વર્ષની વયે વાર્ષિક 3000 રૂપિયા અથવા 36000 રૂપિયા વાર્ષિક પેન્શન મળશે જો તેઓ વય અનુસાર માસિક રકમ ફાળો આપે તો. આ માટેનું યોગદાન માસિક રૂ. 55 થી 200 સુધી છે.

Read More