ગુજરાતમાં રોહિણી નક્ષત્રનાં કારણે શ્રીકાર વરસાદ થશે,અંબાલાલ પટેલ

ambalalpatel
ambalalpatel

આ વખતે ચોમાસાના આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી ચોમાસા અંગે તેમણે જણાવ્યું હતું કે, આગામી ચોમાસુ ખૂબ સારો રહેવાની સંભાવના છે. કારણ છે કે ભૂમિમાં જે યોગ થાય છે તેને સ્થાનિક ભાષામાં રોહિણી નક્ષત્ર કહેવામાં આવે છે.ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે અને ચોમાસુ સારો રહે તેવી સંભાવના છે જેથી નિયમિત વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં 98 થી 101 ટકા વરસાદ થવાની સંભાવના છે, જ્યારે ઘણા ભાગોમાં 100 ટકા વરસાદ પડે તેવી સંભાવના છે.

વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો હતો ત્યારે ઘણા ભાગોમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના ઘણા ભાગોમાં હજુ પ્રિમોનસુન એક્ટિવિટીનાં કારણે બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે.ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની તુલનામાં આ વખતે ચોમાસુ સારું થશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર તારીખની વાત કરીએ, તો દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 15 જૂન પછી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસુ સામાન્ય હતું. ગયા વર્ષે ગુજરાતમાં સરેરાશ. 44.77 ઇંચ વરસાદ પડ્યો હતો અને ચોમાસું પ્રમાણમાં સારું હતું શુષ્ક ગણાતા કચ્છમાં. 45.74 ઇંચ સાથે મોસમનો 282.08 ટકાનો વરસાદ થયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે 68.11 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ ચોમાસુ સારો રહે તેવી સંભાવના છે.

Read More