દરેક જિલ્લાના મદદનીશ પ્રાદેશિક પરિવહન અધિકારી આગામી તારીખે રાજ્ય પરિવહન કમિશનર કચેરી દ્વારા ઓક્ટોબરથી જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોના ઇ-ગ્રામ કેન્દ્ર પર ડિજિટલાઇઝ્ડ આરટીઓ સંબંધિત સેવા શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં આરટીઓ સંબંધિત કામ માટે ઇ-ગ્રામ કેન્દ્રના કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
રાજય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અરજદારો માટે સરકારશ્રીની રોજબરોજની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. ત્યારે આ સેવા સેતુમાં આગામી તા. ર જી ઓકટોબરથી દરેક ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ સેન્ટર ખાતે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે
ડુપ્લિકેટ આરસી બુક-ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, એપ્રેન્ટિસ લાઇસન્સ, એપોઇન્ટમેન્ટ, હાઇપોથેકેશન રદ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ, આરસી બુક સંબંધિત માહિતી આપવી, ડ્રાઇવિંગ લાઇસન્સ, માટે અરજી વાહન આર.સી. બેકલોગ ઓપરેશન સહિત 10 કામગીરી થશે
આરટીઓ સંબંધિત અરજદારે ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેવા કેન્દ્ર પર ઈ-ગ્રામ ખાતે નિયત ફી ચૂકવવાની રહેશે. ત્યારે આરસી સંબંધિત માહિતી અને ડ્રાઇવિંગ લાયસન્સ સેવા અરજદારને દિવસે ઉપલબ્ધ કરાવવામાં આવશે.ત્યારે બાકીની અરજીઓ માટે, અરજદારે જરૂરી આધાર પુરાવા અને ફી સાથે ઈ-ગ્રામ સેવા કેન્દ્રમાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત તારીખ મેળવવી પડશે અને અરજીઓનો નિકાલ ઈ-ગ્રામ સેવા કેન્દ્રમાં પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. .
દરેક ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર ખાતે સરકારશ્રીની રોજ-બરોજની સેવાઓ સાથે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવાઓ શરૂ થયે લોકોને હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહી થવુ પડે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…