ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પુરો ન થતાં દર્દીઓના જીવ તાળવે ચોટ્યા,સાંજ સુધીમાં વ્યવસ્થા ન થાય તો 3 હોસ્પિટલ બંધ કરાશે

gondalshreji
gondalshreji

ગોંડલમાં, બે દિવસ પહેલા, ખાનગી હોસ્પિટલોના નેતાઓ મારી મચડીને 24 કલાક ઓક્સિજન પૂરો પડ્યો હતો, પરંતુ સરકાર દર્દીઓને ઓક્સિજન આપી શકતી નહોતી. સરકાર સાંજ સુધીમાં ઓક્સિજન નહીં આપે તો ડોક્ટર ભરત શિંગાળાએ ગોંડલમાં કૃષ્ણ મલ્ટી સ્પેશિયાલિટી, શ્રીજી હોસ્પિટલ અને શ્રીરામ હોસ્પિટલ બંધ કરવાની જાહેરાત કરી છે. તેમજ 8 થી 10 દર્દીઓનાં મોતની સંભાવના છે.

ગોંડલ શહેરની કૃષ્ણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, શ્રીરામ પબ્લિક હોસ્પિટલ. અમૃતકુંભ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો માત્ર અડધી કલાક ચાલે તેટલો જ હોય દર્દી ઓન જીવ તાળવે ચોંટ્યા છે સરકારી મશીનરી વામન સાબિત થાય તો અધિકારીઓએ મોબાઇલ બંધ કરી દીધા છે.

નેતાઓ મોડી રાત સુધી દોડ્યા હતા અને બે દિવસ પહેલા 24 કલાક ઓક્સિજન પુરો પાડ્યો હતો. ગઈકાલે રાત્રે પણ આવા જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સરકાર પાસે 24 કલાકનો સમય હોવા છતાં, જો આજે પુરતો ઓક્સિજન ન મળે તો દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે એક દર્દીનું મોત નીપજ્યું હતું.

શ્રીજી હોસ્પિટલના ડો.સુખવાલાએ જણાવ્યું કે બરાબર 1 થી 2 વાગ્યે સુધી ચાલે તેટલો ઓક્સિજન છે. દિવસ દરમિયાન દર્દીની સારવાર માટે જાગીએ છીએ અને રાત્રે ઓક્સિજન સિલિન્ડર માટે હોઈએ છીએ. જો ઓક્સિજન સપ્લાય સમયસર ન થાય તો, દર્દીઓ ઓક્સિજનને કારણે મૃત્યુ પામશે. શ્રીજી હોસ્પિટલમાં 32 દર્દીઓ દાખલ છે. ઓક્સિજન વિના પરિસ્થિતિ ભયંકર ગંભીર બની જશે.

Read More