પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ તો રાજીનામું ધરી દેવા સુધીનો વિરોધથી ભાજપના નેતાઓ પણ ભયભીત

jayesh raddiya1
jayesh raddiya1

ગુજરાતના નવા મંત્રીમંડળ આજે શપથ ગ્રહણ કરશે.ત્યારે ગુજરાત કેબિનેટ શપથ સમારોહ આજે બપોરે 1.30 વાગ્યે ગાંધીનગર રાજભવન ખાતે યોજાવાનો છે. ત્યારે ગઈકાલે એટલે કે 15 સપ્ટેમ્બરે મંત્રીમંડળની રચનામાં ગુજરાત ભાજપમાં ભારે ઉથલપાથલ થઈ હતી. કેબિનેટમાં નો રિપીટ થિયરીને કારણે, વરિષ્ઠ નેતાઓ હકાલપટ્ટી કરે તેવી પ્રબળ શક્યતા છે. બીજી બાજુ, મંત્રીમંડળમાં નવા, યુવાન, ટેક્નો-સમજશકિત અને સ્વચ્છ છબીના નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ભાજપે નો-રિપીટ થિયરી અપનાવવાતા વિરોધ ભડકી ગયો છે.ત્યારે મૂળ કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓએ વિરોધ કર્યો છે,ત્યારે એવું કહેવાય છે કે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રાજીનામું આપવા સુધી વિરોધ પણ કર્યો હતો. જો કે, બુધવાર રાત સુધી તેને પણ મનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

લેઉઆ પટેલ સમાજમાં અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ જયેશ રાદડિયાને પણ અન્ય મંત્રીઓની જેમ પડતા મૂકવામાં આવશે ત્યારે જયેશ રાદડિયાને પડતા મુકવામાં આવશે તેવી માહિતી મળતાં તેઓ નારાજ હતા. ત્યારબાદ તેમણે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરવાને બદલે ભાજપના નેતાઓ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ત્યારે રાદડિયાએ વિરોધ કર્યો ત્યાં સુધી કે એક તબક્કે તેમણે રાજીનામું આપવાની વાત પણ કરી. તેમના નિવેદનથી ભાજપના નેતાઓ પણ ગભરાઈ ગયા હતા. મોવડી મંડળ રાદડિયાને સમજાવવા માટે કામ કરી રહ્યું હતું કે અન્ય નેતાઓ પણ રાજીનામું આપી શકે. તે બાબતથી રાદડિયાને મનાવવા માટે મોવડી મંડળે કામે લાગ્યું હતું.

Read More