પેટ્રોલ કરતાં પણ થયું મોંઘું થયું સીંગતેલ સાચવીને વાપરજો,જાણો આજના ભાવ

singtel
singtel

આ વર્ષે મગફળીના તેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે મગફળીના તેલની કિંમત એક જ દિવસમાં રૂ .25 વધી ગઈ છે, અને જે મગફળીના તેલના 15 કિલો કેન દીઠ રૂ.2500 થઇ ગયો છેલ્લા બે વર્ષથી સારા વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન સારું રહ્યું હોવા છતાં મગફળીના તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

Loading...

મગફળીના તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે મગફળી તેલનો ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. એક તરફ મગફળીનો ભાવ દર વર્ષે નજીવો વધારો કરી રહ્યો છે જ્યારે મગફળીના તેલના ભાવમાં અડધાથી વધારો થઈ રહ્યો છે. વેપારીઓ મગફળીના નિકાસ અને મગફળીના તેલના વપરાશને આ કારણોસર ટાંકીને જણાવી રહ્યા છે. મગફળીના તેલ અને મગફળીના તેલના ભાવ વચ્ચેની વિસંગતતાને ધ્યાનમાં રાખીને સરકારે મગફળીના તેલના ભાવને નિયંત્રણમાં રાખવું જરૂરી છે.

વેપારીઓનું માનવું છે કે વૈશ્વિક તેલના ભાવમાં વધારાને પગલે વર્ષના અંત સુધીમાં ભાવમાં તીવ્ર વધારો થયો છે જે રૂ .2,800 થી રૂ .3,000 સુધી પહોંચી શકે છે. જેની સીધી અસર ફરસાણ વેપારીઓ ઉપર પણ પડી છે અને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વર્ષમગફળીસિંગતેલ
2016800-9001745-1750
2017750-8301760-1770
2018475-7501470-1480
2019690-9881660-1670
20201050-12002060-2070
20211050-12352400-2550

ભાવને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશનનું કહેવું છે કે મગફળીનું ઉત્પાદન સારું છે પણ નબળી ગુણવત્તાના કારણે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. ત્યારે સીંગ તેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં થયેલા વધારાથી કેટલાક કારણો મૂકાઈ રહ્યા છે.

Read More