અઠવાડિયાના પહેલા દિવસે સોનું મોંઘુ બન્યું, ગયા વર્ષ કરતા 9000 સસ્તું , જાણો આજનો ભાવ

goldsa
goldsa

ડોલર સામે રૂપિયામાં ઘટાડા વચ્ચે આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. સપ્તાહના પહેલા દિવસે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 310 રૂપિયા વધીને 46,580 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બંધ રહ્યું છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે પ્રતિ દસ ગ્રામ રૂ. 46,270 ના સ્તરે બંધ રહ્યો હતો.ત્યારે ભાવમાં વધારા છતાં સોનું 920 રૂપિયા સસ્તામાં ઓલટાઇમ 2020 ઓલટાઇમ હાઈ કરતા વધારે છે.ઓગસ્ટ 2020 માં સોનું 56200 ની સપાટીએ પહોંચ્યું હતું.

ચાંદીના ભાવમાં પણ આજે તીવ્ર વધારો નોંધાયો છે. ત્યારે દિલ્હી બુલિયન માર્કેટમાં રૂ .580 ના વધારા સાથે ચાંદી 67,429 રૂપિયા પ્રતિ કિલો બંધ રહી છે. અને અગાઉના ટ્રેડિંગ સેશનમાં, તે પ્રતિ કિલો રૂ .66,849 ના સ્તરે બંધ રહ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 24 પૈસા નબળો પડ્યો છે અને 74.33 ના સ્તર પર ખુલ્યો છે. જો કે, તે બજારના બંધ સમયે 14 પૈસાના વધારા સાથે 73.95 ની સપાટીએ બંધ રહ્યો હતો.

સોનાની ડિલિવરી દરસોનાની ડિલિવરી વિશે વાત કરીએ તો, એમસીએક્સ સોનું સાંજે 4 વાગ્યે 305 રૂપિયા પ્રતિ દસ ગ્રામ 47042 અને ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું 299 રૂપિયા વધીને 47350 રૂપિયા પર હતું.

ચાંદીના ડિલિવરી દર આ સમયે, ચાંદી 5 મેના રોજ એમસીએક્સ પર 661 રૂપિયા વધીને રૂ. 68185 ના સ્તર પર ટ્રેડ કરી રહી છે. એ જ રીતે, જુલાઈ ડિલિવરી માટે ચાંદી રૂ .818 ના વધારા સાથે રૂ. 69184 અને સપ્ટેમ્બર ડિલિવરી રૂ .740 વધી રૂ. 70150 ના સ્તર પર કારોબાર કરી રહી છે.

Read More