ગોંડલમાં હેવાનિયતની હદપાર : 6 શખ્સો મહિલાને વાડીમાં લઇ જઈ સવાર સુધી સામુહિક દુષ્કર્મ આચર્યું

sagiras1
sagiras1

રાજકોટના હુડકો વિસ્તારની એક મહિલા ગોંડલમાં આવી હતી ત્યારે પાંચથી છ અજાણ્યા લોકો તેને બળજબરીથી ખેતરમાં લઇ ગયા હતા જ્યાં તેણીનું શોષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ અંગે હોસ્પિટલના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

Loading...

મળતી માહિતી પ્રમાણે હુડકો વિસ્તારની 42 વર્ષીય મહિલા સાંજે ગોંડલમાં બસ સ્ટેન્ડ પાછળ અમૃત હોટલ પાસે હતી ત્યારે ત્યાં ઈકો વાહન ચલાવતા દાફડાભાઈ અને એક અજાણી વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ હતી.ત્યારે મહિલા દાફડાભાઇ બાઇક લઇને આવ્યા હતા અને રાત્રે તેઓ ગોંડલ માર્કેટીંગ યાર્ડ પાસે મૂકી આવ્યા હતા.

ત્યારે પાંચથી છ અજાણ્યા લોકો બાઇક પર આવ્યા અને દફડાભાઇના સગા હોવાનો દાવો કરીને મહિલાને બળજબરીથી બાઇક પર ઉપાડી અને ખેતરમાં લઇ ગયા હતા. તેઓએ મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યા સુધી દુષ્કર્મ આચર્યું. ઈજાઓ અને દુખાવાને કારણે તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેના પરિવારને ઘટનાની જાણ થતાં રાજકોટ સિવિલમાં દોડી આવ્યા હતા. તેના પિતા હયાત નથી. તે રસોડામાં કામ કરવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફને જાણ કરતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા અને મહિલાનું નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે.

Read More