પોરબંદરથી નલિયા વચ્ચે દેવભૂમિ દ્વારકા નજીકના સમુદ્રમાંથી વિનાશક ચક્રવાત આવવાની અને જમીનને ટકરાવાની ધારણા છે. આજના ચક્રવાત દિશા મુજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, અમરેલી, જૂનાગ રાજકોટ, જામનગર, નલીયા, ભુજ વગેરે વિસ્તારમાં વિનાશક પવન સાથે ભારેથી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત તાઉ-તે આજે વધુ વિનાશક બની ગયો છે અને સાંજે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, ચક્રવાત કલાકે 13 કિ.મી. અને પ્રતિ કલાક 125-135 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પહોંચવાની સંભાવનાને આધારે સરકાર અને તંત્ર આગામી બે દિવસ, સોમવાર અને મંગળવાર માટે એલર્ટ મોડ પર છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
આ વિનાશક વાવાઝોડાને કારણે 17 અને 18 મે સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને પડકારરૂપ હશે. જો જમીનને ટકરાયા પછી વાવાઝોડું નબળું પડી જાય તો પણ, આ ભારે પવન અને ભારે વરસાદ સાથે વરસાદની પૂરી શક્યતા હોય છે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ