ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એટલે કે IFFCO ખેડુતોને ખાતર વેચતી કંપની IFFCO જે અકસ્માત વીમા યોજના ચલાવે છે. ત્યારે કંપનીએ આ યોજનાને ‘ ખાતર ની સાથે બીમા’ યોજના નામ આપ્યું છે. કંપની ખાતરની દરેક થેલી પર 4 હજાર રૂપિયાનો વીમો આપે છે. ત્યારે એક ખેડૂત વધુમાં વધુ 25 કટટા ખરીદીને 1 લાખ રૂપિયાનો વીમો મેળવી શકે છે. આ વીમા પ્રીમિયમ સંપૂર્ણ રીતે ઇફકો દ્વારા ચૂકવવામાં આવે છે.
ખાતરની થેલી પર આકસ્મિક વીમા હેઠળ અસરગ્રસ્ત પરિવારોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ. 1 લાખ મળે છે. વીમાની આ રકમ અસરગ્રસ્ત પરિવારના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારે એક્સિડન્ટના કિસ્સામાં અકસ્માતમાં બે અંગો ગુમાવવા પર રૂ. 2,000 કટ્ટાના દરે મહત્તમ 50000 હાજર ચૂકવવામાં આવે છે. કોઈ અંગને નુકસાન થાય તો, વીમા કવચ દર બેગ રૂ. 1000 ના દરે આપવામાં આવે છે.
આકસ્મિક વીમાનો દાવો કરવા માટે અસરગ્રસ્ત ખેડૂત પાસે ખાતરની ખરીદી માટે રસીદ હોવી આવશ્યક છે. જે ખેડુતો પાસે જેટલી રસીદો મળશે તે મુજબ વીમાની રકમ ચુકવવામાં આવશે. ખેડૂતનાં આકસ્મિક મોતનાં કિસ્સામાં, વીમા ક્લેઇમ કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પંચનામાનો રિપોર્ટ હોવા જોઈએ. અવ્યવસ્થાના કિસ્સામાં અકસ્માતનો પોલીસ અહેવાલ હોવો જોઈએ.
ખેડૂતોમાં જાગૃતિના અભાવે આ યોજનાનો લાભ લઈ શકતા નથી.ત્યારે IFFCO ખેડૂત સંરક્ષણ હેઠળ કંપની ડીએપી, એનપીકે, યુરિયા ખાતરની ખરીદી પર દરેક બોરી પર ખેડૂતોને વીમો આપે છે. અને આ માટે, ઇફ્કોએ ટોક્યો જનરલ ઇન્સ્યુરન્સ કંપની સાથે જોડાણ કર્યું છે. કંપની આ અંગે ખેડૂતોને જાગૃત કરવા માટે સેમિનારો અને ખેડુત પરિષદોનું પણ આયોજન કરે છે. ત્યારે ખાતરની બેગ પર કંપનીએ ‘ખાતરની સાથે બિમા સાથ’ લખ્યા છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!